| |
|
| |
| |
|
|
| |
|
| |
| ''વ્રજ ભૂમિના રજકણ બોલે... શ્રીકૃષ્ણઃ શરણં મમઃ ... ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળગોપાળ મિત્રો સાતે ઊગાળા પગે જ રમતા હતા. એ પવિત્ર-પાવન ગોકુળમાં 'રમણરેતી' સ્થળ. આ અતિ પવિત્ર રજમાં આલોટવાથી મનુષ્યથી અજાણપણે થઈ ગયેલા મહા પાપ સંપૂર્ણ નાશ પામે છે. એ પવિત્ર પાવન 'રમણરેતી' સ્થળ તસ્વીરમાં દૃશ્યમા ન થાય છે.'' |
| |
|
| |
|
| |
| ''ગોવર્ધનનાં શિખરો બોલે... શ્રી કૃષ્ણઃ શરણં મમઃ..... હિન્દુધર્મમાં જેને અતિ પવિત્ર-પાવન માનવામાં આવે છે. એ પવિત્ર ગોવર્ધન પર્વતની ઊગાળા પગે પદયાત્રા દ્વારા પરિક્રમા કરી રહેલ એક તીર્થયાત્રીક તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.'' |
| |
|
| |
|
| |
| ''પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલું હિન્દુ ધર્મનું અતિ પ્રાચીન... સુપ્રસિદ્ધ... વિશ્વવિખ્યાત... પવિત્ર યાત્રાધામ 'પાવાગઢ' પૂરાણધર્મગ્રંથ અનુસાર કહેવાય છે કે કોપાયમાન થયેલા ભગવાન શિવજી માતા સતીદેવીના નશ્વરદેહને લઈને તાંડવ નૃત્ય કરતા... કરતા... પરિભ્રમણ કરી રહ્યા હતા. ભગવાન શિવજીના ક્રોધને પામી વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્ર વડે માતાસતીદેવીના નશ્વર દેહના અનેક ટુકડાઓ કરી નાખ્યા. તેમા માતાજીના જમણા પગની આંગળી પાવાગઢ પર્વતની ટોચ પર પડી હતી. જ્રયાં આજે એ જ પવિત્ર-પાવન સ્થળે મા પાર્વતી સાક્ષાત મહાકાળી માતાજીના સ્વરૃપમાં બિરાજે છે. ભૂતકાળમાં વિશ્વનો પ્રથમ શેતના... ત્રાસવાદી કટ્ટરવાદી મહંમદ ગજનીનો પુત્ર મહંમદ બેગડાએ ગદ્દારી... ક્રુર-ઘાતકીથી આક્રમણ કરીને આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરીને હિન્દુ રાજપૂત પતાઈ રાજાની ચાપાનેર નગરીને હડપ કરવા માટે આ સ્થળે મહંમદ બેગડાએ ભયાનક કાળો કેર વર્તાવ્યો હતો. જે તસ્વીરમાં સ્પષ્ટ દૃશ્યમાન થાય છે.'' |
| |
|
| |
|
| |
| ''પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીમાં દરિયા કિનારે આવેલું ભગવાન શિવજીનું અતિ પ્રાચીન પવિત્ર ભડકેશ્વર મહાદેવનું મંદિર. જેના દર્શન કરવાથી મનુષ્યના તમામ પાપ બળીને નાશ પામે છે. જે અતિ-પ્રાચીન પવિત્ર ભડકેશ્વર મહાદેવનું મંદિર તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.'' |
| |
|
| |
|
| |
|
| |
| ''બાર વર્ષના વનવાસ દરમ્યાન પાંડવો વિચરણ કરતા... કરતા... ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીમાં આવ્યા હતા. ત્યાં તેમને કેટલાય સમય સુધી નિવાસ કર્યો હતો. જે સ્થળે પાંડવો નિત્ય પ્રભુનું ભજન કરતા હતા એ પંચનંદ તીર્થમાં આવેલી પાંડવોની પવિત્ર-પાવન ભજન ગૂફા તસ્વીરમાં જણાય છે.'' |
| |
|
| |
|
| |
| ''ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાનગરીમાં આવેલા પંચનંદતીર્થમાં મહાન ઋષિ દુર્વાર્ષામુનિનું પવિત્ર તપભૂમિ સ્થાન. આજ સ્થળે... આજવુજ્ઞાની નીચે આસન ગ્રહણ કરીને દુર્વાર્ષામુનિ મહારાજ નિત્ય તપ-આરાધના કરતા હતા. જે પવિત્ર-પાવન સ્થળ તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.'' |
| |
|
| |
|
| |
| ''ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાનગરીમાં આવેલું અતિ પ્રાચીન પવિત્ર શ્રી લક્ષ્મી નારાયણ પંચનંદ તીર્થ સ્થાન. જે ગોમતીઘાટની સન્મુખ આવેલું છે. જ્રયાં પાંડવોનું નિવાસ સ્થાન... પાંડવોની ભજન ગૂફા. તેમજ મહાન ઋષિ દુર્વાર્ષામુનિની પવિત્ર તપ ભૂમિ સ્થાનો આવેલા છે. જ્રયાં હિન્દુધર્મના ભગવા ધ્વજો ફરકી રહેલા જણાય છે. એ પવિત્ર-પાવન સ્થળ તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.'' |
| |
|