Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
Home >Matru Shraddh Siddhapur
 
Matru Shraddh Siddhapur
 

સિધ્ધપુરમાં માતૃશ્રાધ્ધ

માતૃ શ્રાધ્ધ માત્ર એક જ સ્થળે થઈ શકે છે અને તે છે સિધ્ધપુર ‘માતૃગયા’ તેથી જ તે ગુજરાતના કાશી તરીકે ઓળખાય છે. આપ વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા હો પરંતુ ત્યાં બેસીને પણ તમે માતૃ શ્રાધ્ધ કરાવી શકો છો.

માતાના આત્માને શાંતિ સિધ્ધપુરના બિંદુ સરોવર ખાતેની વિધી બાદ મળે છે.

માતાનો મોક્ષ આપના જીવનને પ્રગતિશીલ બનાવશે.

SPECIAL POOJA 200$

NORMAL POOJA 100$

સિધ્ધપુરનું બિન્દુ સરોવર માતૃંગયા શ્રાધ્ધ માટેનું પૌરાણિક તીર્થ છે...

સિધ્ધપુર એટલે માતૃગયા તિર્થ અહીં માતાનું શ્રાધ્ધ કરી પુત્ર માતાના ઋણમાંથી મુક્ત થવાય છે. ભારતભરના પવિત્ર તીર્થો પુષ્કર ગયા પ્રયાગ ગુજરાતમાં ચાણોદ કરનાળ જયાં પિતૃશ્રાધ્ધ કરી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. તેવું આ સિધ્ધપુરનું તીર્થ વર્ષો જ નહીં યુગો પુર્વની પુરાણતીર્થ છે. સતયુગ તથા દ્વાપરયુગમાં કાલયુગ સુધીમાં માતૃગયા તીર્થ સિધ્ધપુર પ્રસિધ્ધ થયેલ છે. આવા પવિત્ર સ્થળ બિંદુ સરોવર ખાતે આવેલ છે. સિધ્ધપુરમાં કદર્મ ઋષિનો આશ્રમ આવેલ છે જયાં કદર્મ ઋષિ અને માતા દેવહુતિ માતાજી સરસ્વતી નદીના કિનારે રહેતા હતા. સરસ્વતિ નદીનો જીવંત પ્રવાહ ત્યાં યક્ષો-ગાંધર્વી, દેવ-દેવીઓ, અપ્સરાઓ, દૈદીપ્યમાન થયેલ. સિધ્ધપુરની ઉષા અને સંધ્યાને માણવા આવતા પવિત્ર સ્નાન કરતા હતા. આ સિધ્ધપુર જયાં સાક્ષાત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને સિધ્ધપુર પસંદ પડેલ હતું. સિધ્ધપુરથી એક વેંત વૈકુંઠ દૂર છે તેમ કહેવાય છે આવા ગુજરાત જ નહીં ભારતભરતના ગૌરવ સમાન હિન્દુઓની પવિત્ર આસ્થાના પ્રતિક સમાન બિન્દુસરોવરના સ્થળે માતૃગયા શ્રાધ્ધ વિધિ આજે પૌરાણિક કાલથી ચાલતી આવી છે અને નિરંતર ચાલતી રહેશે જે વાત નિર્વિવાદ છે.


સિધ્ધપુર નગર તેની ઐતિહાસિકતા ઉપરાંત ધાર્મિક રીતે માતૃગયા તીર્થ તરીકે જગ પ્રસિદ્ધ છે. અહીં પ્રાચીન વૈદિક સરસ્વતી નદી વહે છે. અહીં સાંખ્ય માર્ગના પ્રણેત કપિલ મુનિ સાથે સંકળાયેલું ઇતિહાસકારો હિમવૃત પ્રદેશનું હોવાનું સાધાર માને છે. શ્રીમદ્ ભાગવત ઉપર વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્યજએ ટીકામાં નોંધેલ છે. દશમસ્કંધના બિંદુ સરોવરને લગતા શ્લોકોની ટીકામાં જણાવ્યું છે કે ''બિન્દુ સરોવર કદર્માશ્રમ ગુર્જર દેશીય સિધ્ધપુર વતી''

આમ પુરાણકત ઋગ્વેદોક્ત પાવન સલિલા સરસ્વતિના કાઠે અતિ પ્રાચિન પવિત્ર તીર્થ ધામ સિધ્ધપુર એ હિન્દુઓનું મહાયાત્રા ધામ ઉપરાંત માતૃશ્રાધ્ધ અને સરસ્વતિ તથા બિંદુ સરોવરના સ્નાના માહાત્મયને લીધે ગુજરાતનું કાશીધામ તરીકે પ્રસિદ્ધ થયું મહાભારત યુદ્ધમાં મહાપરાક્રમો ભીમસેન દુશાનની છાતી ચીરી રક્તપાત કર્યું જેનું પ્રાયશ્ચિત આ સ્થળે બિંદુસરોવરમાં સ્નાન કરી કર્યું હતું. વાક્તપુરાણમાં ઉલ્લેખ છે કે માતૃગયા તીર્થમાં શ્રાધ્ધ કરવાથી વંશવૃધ્ધિ અને સમૃધ્ધિ પ્રાપ્તિ થાય છે. કાત્યાયતન મુનીવરે પણ લખ્યું છે કે માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે માતાનું શ્રાધ્ધ કરવાથી માતાનો મોક્ષ થાય છે.
આમ બિંદુ સરોવરના તીર્થનું માહાત્મ્ય અહીં પ્રસ્તુત છે.

પૌરાણિક મહાત્મયની દૃષ્ટિએ સિધ્ધપુરની પ્રસિધ્ધી પાછળ કેટલાંક સંદર્ભો અગત્યનાં છે. કેટલાંક અહીં પ્રસ્તુત છે.

(૧) ભગવાન વિષ્ણુની ઈચ્છાનુસાર શિલ્પકળાનાં અધિષ્ઠાતા દેવ વિશ્વકર્મ દ્વારા સિધ્ધપુરનું નિર્માણ (૨) સમુદ્રમંથન પશ્ચાત વિષ્ણુ ભગવાનનો લક્ષ્મીજી તથા અન્યદેવો સાથે સિધ્ધપુરમાં નિવાસ (૩) પવિત્ર પાપહર્તા પ્રતિચિ સરસ્વતિનો વહેતો પ્રવાહ (૪) પ્રજાપતિ કદર્મનું આશ્ચર્ય સ્થાન (૫) સાંખ્ય શાસ્ત્રપ્રણેતા કપિલ મુનિનું જન્મસ્થાન તેમજ માતા દેવહુતિને સાંખ્યા શાસ્ત્રજ્ઞાનનો પ્રથમવાર ઉપદેશ (૬) પ્રાચીન મહાલયતીર્થ તથા ઇતર તીર્થધામ (૭) પ્રાચીન માધવનું સ્થાન (૮) જગમતીર્થ સમા અને ઋષિઓ તથા બ્રાહ્મણોનું નિવાસ સ્થાન (૯) મુનિ પિપલમદના ઉગ્ર પ્રતપને લીધે પ્રલયકાળ જેવો જન્મેલા વડવાનલને સોનાના કળશમાં લઈ સમુદ્ર તરફ કરેલું સરસ્વતીએ પ્રયાણ અને અંતે વડવાનલનાં યાનક ત્રાસમાંથી દેવોની મુક્તિ માર્ગમાં વડવાનલનાં ઉગ્ર તણપથી અને સૂર્યના પ્રખર કિરણોથી વાહિત સરસ્વતિ ભૂગર્ભમાં વહેવા લાગે અને કોઈ કોઈ જગ્યાએ જમીન પર પ્રગટ થઈ વહેવા લાગી. આમ ઉત્તરમાંથી નીકળી પશ્ચિમ સમુદ્ર તરફ જતા પાંચ જગ્યાએ રુદાવર્ત, કુરુક્ષેત્ર, પુષ્કરક્ષેત્ર, સિધ્ધક્ષેત્ર અને પ્રભાસ એમ પ્રગટ થઈ હતી.

સિધ્ધપુરમાં સરસ્વતીનાં કાંઠે પશ્ચિમ દિશાએ બિંદુ સરોવર છે ત્યાં વર્ષો પૂર્વ બ્રાહ્મના મનોજ પુત્ર મહામુનિ કદર્મનો આશ્રમ હતો. કદર્મમુનિના મહાતપથી પ્રસન્ન વિષ્ણુભગવાનનો નેત્રમાંથી વહેલા હર્ષાશ્રુના કારણે જયાં આંસુ પડેલા ત્યાં હર્ષ બિંદુ સરોવર થયેલ છે. કદર્મના પુત્ર કપિલ પણ ત્યાં જ માતા દેવહુતિને શાંક્ય શાસ્ત્રના જ્ઞાનનો ઉપદેશ આપવાના હેતુથી રહેલા હોવાથી કપિલાશ્રમ તરીકે પણ ઓળખાયો.

સરસ્વતીનાં પટ કપિલાશ્રમ જે તેમજ ચાર મંદિરો ઉત્તરાદા છે તે કદર્મ દેવહુતિ, કપિલદેવ અને ગયા ગદાધર ભગવાનનાં છે અને મંદિરોથી ઉત્તરમાં ચાલીસ ફુટ લંબાઈ - પહોળાઈનો કુંડ છે જે બિંદુ સરોવર છે. આજુબાજુ અનેક મંદિરો છે પશ્ચિમ તરફનાં મંદિરોમાં કદર્મ કપિલમુનિએ દેવહુતિની પ્રાચીન મૂર્તિઓ તથા કાશી વિશ્વનાથનું મંદિર એ મુખ્ય છે એમ એ મંદિરની પાછળ સમાધિસ્થ કદર્મ ઋષિનું નામ નાનું પ્રાચિન મંદિર છે. ઉત્તર તરફ ગુરુડજીનું અને કાર્તિકેય સ્વામીનું મંદિર છે અને પૂર્વ તરફ હનુમાનજીનું મુખ્ય મંદિર છે જે મનોકામના સિધ્ધ ગણાય છે અને ઉજજૈનનાં જોગીપુરા ખાતે મહાકાલેશ્વરનાં શિવાલય સમીય શ્રી મનોકામના સિધ્ધ હનુમાનનું જે મહાત્મય છે તેટલું જ માહાત્મ્ય આ મંદિરનું પણ છે.
બિંદુ સરોવરથી ઉત્તરમાં લગભગ ૨૫ ફૂટ દુર જ્ઞાનવાવ છે જયાં કપિલમુનિએ માતાને જ્ઞાન બોધ આપ્યો હતો. બીજી પણ એવી માન્યતા છે કે માતા દેવહુતિને પોતાના પુત્ર કપિલમુનિની મહાનતાનો ખ્યાલ આવતા હર્ષશ્રુ થયા એ અશ્રુઓ જયાં પડયાં એ હર્ષબિંદુ સરોવર જેમાં સ્નાન કરવાથી કૃષ્ઠ રોગ જેવા અસાધ્ય રોગો દૂર થાય છે એળી પ્રબળ માન્યતા છે.
કદર્મ મુનિ, દેવહુતિ, કપિલ મુનિ તથા ગયા ગદાધર ભગવાનનાં જીર્ણોધ્ધાર કરાવેલ મંદિરોની પાછળ બિલકુલ સમીપ જ અલ્પા નોમનું પ્રસિદ્ધ મોટું સરોવર છે. અલ્પા દેવહુતિની સખી હતી અને તેણે પણ દેવહુતિ દ્વારા સાંખ્યસ્નાનનો ઉપદેશ મેળવી મોક્ષ મેળવ્યો હતો. અન્ય માન્યતા અનુસાર અલ્પા દેવહુતિની દાસી હોવાથી સાંખ્યાજ્ઞાનનાં ઉપદેશ સમયે ઉપસ્થિત હોવાને કારણે જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષ પામી. એક માન્યતા એવી પણ છે કે બ્રહ્મા પુત્રી અલ્પા દેવહુતિના ઐશ્વર્યથી ઈર્ષાવશ થઈ હોવાથી શ્રાપિત થઈ જળરુપ બની ગઈ. ઐતિહાસિક હકીકતોમાં એમ નોંધ મળે છે કે આ સરોવરનો જીર્ણોધ્ધાર સિધ્ધપુરની યાત્રા દરમ્યાન અહલ્યાબાઈ હોલ્કકરે કર્યો હોવાથી એ અહલ્યાસરોવરના નામે ઓળખાઈ, કાળક્રમે અપભ્રંશ થઈ 'અલ્યા' પરથી અલ્પા થયું. બિંદુ સરોવરની બાજુમાં જ આ અલ્પા સરોવર બસો ફૂટ લાંબુ તથા એકસો ફૂટ પહોળુ છે અને નીચેથી એક - બે ખાળ દ્વારા હલ્યા સરોવર તથા બિંદુ સરોવર એક કરવામાં આવેલ છે. બિંદુ સરોવર એ જ કપિલાશ્રમનું પવિત્ર ધામ છે.

કદર્મ ઋષિ એ દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને તેમની તપશ્ર્વર્યાથી પ્રસન્ન થઈ સ્વયં ભગવાન મનુએ દર્શન આપી કહ્યું કે તેમાં સંસારિક સુખ ભોગવો અને સૃષ્ટિનું સર્જન કરો ત્યારે કદર્મ ઋષિ એ કહ્યું કે તમો સ્વયં પુત્ર રુપે અવતરો ત્યારે ભગવાન વિષ્ણુએ વચન આપી માતા દેવહુતિના પેટે અવતરી જન્મ લીધો અને કપિલ નામથી ઓળખાયા અને સાંખ્ય શાસ્ત્રનું સર્જન કરી વિશ્વને એક મોટા જટિલ શાસ્ત્રની ભેટ ધરેલી. માતા ત્યારે પુત્ર, પતિ-પુત્રીઓના મોહમાં જકડાયેલી રહે છે અને મૃત્યુ બાદ કોઈ વાસના રહી જતાં અતૃપ્ત આત્માઓ અહીં તહી બટકે છે. આવા માટે કપિલ મુનિએ માતાના મોક્ષ માટે સાંખ્યાદર્શન કરાવ્યું. માતાને જ્ઞાનનો ઉપદેશ કરેલ માતાની મુક્તિ કરાવી હતી. માતૃશ્રાધ્ધમાં સોળસીના શ્લોકોનો ઉચ્ચાર કરાય છે જે સિધ્ધપુરના તીર્થનગર તરીકે હક્ક નશીત થયેલ બ્રાહ્મણો પરિવર જન્યો આવા પવિત્ર કાર્યવિધિયુક્ત પુર્ણ કરાવી છે. સિધ્ધપુરમાં દૈદિક કર્મકાંડના જ્ઞાત એવા સ્વ. રાધાકૃષ્ણ ભગવાન શુક્લ પરિવાર, શ્રી રમણલાલ શાસ્ત્રી પરિવાર, શ્રી નટવરલાલ ઠાકર (શુક્લ પરિવાર શ્રી બચુભાઈ પરિવાર, કિરણ શાસ્ત્રી પરિવાર, શ્રી હરેશ શાસ્ત્રી, શ્રી દિનેશ ઠાકર, તથા નટવર દવે, શ્રી જગદીશ જોષી પરિવાર, શ્રી હરીભાઈ પાટિલ (પંડયા) પરિવાર, ધ્વાન વિદ્વાનો દ્વારા આનું પિંડદાન વિધિ પરિપૂર્ણ કરાવાય છે. આતીર્થ દૂર દૂર દેશ પર અને ભારત ભરમાંથી પવિત્ર શ્રધ્ધાળુ યાત્રિક મોટી સંખ્યામાં આવે છે. માતૃશ્રાધ્ધ કરે છે. પિંડદાન કરે છે પવિત્ર તીર્થ (સ્નાન) કરે છે અને કૃતાર્થ થાય છે.

પ્રાચીન ઇતિહાસ તો શ્રી અર્થાત સિધ્ધપુર સાથે સંબંધિત છે એવા પ્રમાણો પુરાણ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. કપિલ રપે વિષ્ણુના અવતાર તેમજ પુત્ર રુપે માતાનો મોક્ષધામ તરીકે સિધ્ધપુર સમસ્ત દેશમાં પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે.
કપિલ મુનિ દ્વારા માતાના મોક્ષની પ્રાચીન પરંપરા અનુસાર દેશના ખુણે ખુણેથી યાત્રાળુઓ માતાના ગયા શ્રાધ્ધ માટે પિંડદાન પ્રદાન કરવા પ્રતિવર્ષ આવે છે અને પોતાના પિતૃઓને સંતોષી અનહદ પ્રસન્નતા અનુભવે છે.

પુર્વે પરશુરામે માતૃહત્યાના દીપ નિવારણ માટે શ્રી સ્થળલની સરસ્વતીના કાંઠે આવેલા અલ્યા સરોવર ઉપર તપ કરી પિંડદાન દ્વારા માતૃહત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું. મહાભારતના યુધ્ધમાં આચરાયેલી હત્યાઓના દોષનું પ્રાયશ્ચિત પાંડવોએ શ્રી સ્થળવાસ કરી ત્રણ ઉપવાસ અને સરસ્વતી સ્નાન દ્વારા કર્યાના ઉલ્લેખ મળી આવે છે. ભાદ્રપદ, કારતક અને ચૈત્ર મહિના શાસ્ત્ર અનુમોદિત પિતૃકાર્યના મહિનાઓ ગણાયા હોઈ તે અસંખ્ય યાત્રાળુઓ અહી આવી માતાને પિંડ પ્રદાન વિ. કાર્યોથી પિતામહોને સંતોષી તેમની પ્રસન્નતા મેળવવાનો પુરુષાર્થ આજ પર્યુંત લગાતાર ચાલુ છે.
આમ પુરાણક્ત ઋગ્વેદોક્ત પાવન સલિલા સરસ્વતિના કાઠે અતિ પ્રાચિન પવિત્ર તીર્થ ધામ સિધ્ધપુરએ હિન્દુઓનું મહા યાત્રાધામ ઉપરાંત માતૃશ્રાધ્ધ અને સરસ્વતિ તથા બિંદુ સરોવરના સ્નાનના માહાત્મ્યને લીધે ગુજરાતનું કાશીધામ તરીકે પ્રસિધ્ધ થયું.
દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા મરણ બાદ સિધ્ધપુરમાં માતૃગયા શ્રાધ્ધ દ્વારા પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની રહે છે. કારતક માસમાં પાટણ-ડીસા વગેરે પરગણાઓમાં વસતો વિશાળ મોદી સમાજ અહીં સરસ્વતિના તીરે ર્ધાિમક વિધિ - વિધાન યોજવા પ્રતિવર્ષે આવે છે જેને અહીં મુખાદ કહે છે. કારતક સુદ - અગિયારસથી પુનમ સુધીના ભીષ્મપંચક પર્વ સમયે તો લાખો યાત્રાળુઓ મેળાના સ્વરુપમાં એક થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે. ગ્રામજનો વિવિધ શ્રાધ્ધકર્મો અને બ્રહ્મ ભોજન તથા દાન આપી પોતાના ગોર લોકોને ધનધાન્ય આપે છે. દેવદર્શન કરી દેવમંદિરોમાં પણ પોતપોતાની શક્તિના અનુપાતમાં અર્જીત સંપત્તિનો હિસ્સો પ્રદાન કરે છે.

ગુર્જર નરેશ મહારાજા મુળરાજે પણ આ પ્રાચીન તીર્થના ગૌરવને પુનઃપ્રસ્થાપિત કરવાના આદરેલા પુરુષાર્થથી તો ગુજરાતના ઇતિહાસના પાનાઓ ભરાયેલા છે. વૈદરકાષક બ્રાહ્મણોના આ નગરને જે એકવીસ પરિવારોને એકવીસ પદ આપી સન્માન કરેલું છે તે પરિવારો પોતાની અટક સાથે આજે પણ પદને જોડે આ પદોમાં સર્વ પ્રથમ ઋગ્વેદ અને ભાર્ગવ ગોત્રની આશલાયલ સાંખ્યચિની શાખાના વિદ્વાન દવે પરિવારોને મળેલું છે.
હાલમાં આવા પવિત્ર બિંદુ સરોવરના પવિત્ર સરોવર અલ્પા સરોવર અને બિંદુ સરોવર જ્ઞાનવાવ તથા પવિત્રઘાટનું ૫૨૦ લાખના ખર્ચો જીર્ણોધ્ધાર કાર્ય ચાલી રહ્યું છે અને આ માટે બિંદુ સરોવર ચેરીટેબલ ટ્રસ્ટ સિધ્ધપુર દ્વારા ભારે ખંત અને જહેમત વડે આ તીર્થને અદ્યતન સુવિધા બનાવાઈ રહ્યું છે.

સિધ્ધપુર સરસ્વતી તથા બિંદુ સરોવરના સ્નાના મહાત્મ્યને લીધે ગુજરાતનું કાશીધામ તરીકે પ્રસિધ્ધ થયું.

 
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+